અમરેલી જિલ્લામાં વાહનચાલકો દ્વારા જ્યાં ત્યાં આડેધડ વાહનો પાર્કિંગ કરવામાં આવતા હોય જેને લઈ ટ્રાફિકની સમસ્યા વકરી છે અને અનેક વખત નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે રાજુલામાં રાહદારીઓને અડચણરૂપ થતાં ત્રણ ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રાજુલામાં ટાવર પાસેથી બે પિયાગો રીક્ષા ચાલક અશોકભાઈ ભોળાભાઈ ચૌહાણ અને ભરતભાઈ ભાલાભાઈ જાદવ તથા શાક માર્કેટ પાસેથી માલકનેસમાં રહેતા લાલજીભાઈ ભુપતભાઈ ધાપાને બોલેરો પીકઅપ ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખવા બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.