રાજુલા શહેરમાં રામટેકરીથી બસ સ્ટેન્ડ સુધીનો વિસ્તાર છે. આ રોડ સુધી જવા માટે દૂર ફરીને જવું પડે છે તેમ જ નીચે કાયમી ગંદકીનો પ્રશ્ન હોય જેથી જે.એ. સંઘવી હાઇસ્કૂલ તથા ઉદ્યોગ મંદિરની વચ્ચેથી એક રસ્તો પસાર થાય છે, જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. જે રામટેકરી બાપા સીતારામના ફોટા પાસેથી પાણીના સમ્પ પાસે મેન રોડ સુધી અંદાજિત સવાસો મીટરનો રસ્તો છે. જો આ રસ્તો બની જાય તો ગંદકીનો પણ પ્રશ્ન કાયમી હલ થઈ જાય અને આ રસ્તો સિમેન્ટ કોંક્રીટથી બનાવવામાં આવે તો આ રહેવાસીઓને ચાલીને જવું ન પડે. આ બંને બાબતે ઘટતી કાર્યવાહી કરવા આજે રહેવાસીઓ દ્વારા રજૂઆતો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.