રાજુલામાં રાજમંદિર હોટલ પાસેથી દારૂની બોટલો સાથે બે ઇસમો પકડાયા હતા. તેમની પાસેથી ખાલી બોટલો પણ મળી આવી હતી. છતડીયા ગામે રહેતા મહીપતભાઈ ધીરૂભાઈ વાળા તથા રાજુલામાં રહેતા હિતેષભાઈ ભાણાભાઈ બાબરીયા પાસેથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની સાત બોટલો તેમજ ૨૩ ખાલી બોટલો મળી આવી હતી. પોલીસે કુલ ૪૫૫૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. કોલાદરા વધુ તપાસ કરી રહ્યા છે. ચલાલામાંથી ચાર, દામનગર અને બાબરામાંથી એક-એક મળી કુલ છ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.