રાજુલા શહેરના જાફરાબાદ રોડ પર આવેલી રેન્બો સોસાયટીમાં રસ્તાના કામ માટે નગરપાલિકા દ્વારા મોટા ઉપાડે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત કર્યા બાદ રસ્તાની કામગીરી શરૂ ન થતા વિસ્તારવાસીઓમાં રોષનો માહોલ જાવા મળ્યો હતો. રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરવાની વિસ્તારવાસીઓએ અનેકવાર માંગ કરી હોવા છતા રસ્તાની કામગીરી શરૂ ન થતા મહિલાઓનું ટોળું હાઈવે પર ધસી આવ્યું હતું અને ચક્કાજામ કરી દેતા વાહનો થંભી
ગયા હતા. ઘટનાની જાણ થતા રાજુલા પોલીસ દોડી આવી હતી અને મહિલાઓને સમજાવી મામલો થાળે પાડયો હતો. ત્યારબાદ મહિલાઓ ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત માટે પહોંચી હતી. ચક્કાજામ કરાતા પાલિકાએ વિસ્તારની મુલાકાત લઈ રસ્તાનું કામ ચાલુ કરવા માટે ખાતરી આપી હતી. જા કે રસ્તાનું કામ કયારે શરૂ થાય છે તે જાવાનુ રહ્યુ.