રાજુલામાં રવિવારી બજારમાં ખરીદી કરવા ગયેલી મહિલાનું પાકીટ ચોરાયું હતું. જેમાં રોકડા ૫૫,૦૦૦ તથા સોનાના દાગીના મળી કુલ ૨,૩૯,૦૦૦ની ચોરી કરી હતી. બનાવ અંગે નાગશ્રી પ્લોટ વિસ્તારમાં રહેતા, મનિષાબેન ઉર્ફે મુનિબેન જેરામભાઈ બારૈયા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેઓ તથા સાહેદ નાગશ્રીથી સવા દસેક વાગ્યે રાજુલા ખાતે સોનીની દુકાને સોનાના હારનું વજન કરાવવા તેમજ સાહેદની સોનાની બુટી નાની હોય તે મોટી કરાવવા આવ્યા હતા. આ માટે તેઓ ઘરેથી રોકડા રૂ.૫૫,૦૦૦ સાથે લઇ આવ્યા હતા. બપોરના
આભાર – નિહારીકા રવિયા આશરે એકાદ વાગ્યે તેઓ તથા સાહેદ રાજુલા માર્કટ યાર્ડ સામે પહોંચતા સામે રવિવારી ભરાયેલી હોવાથી ત્યાં સાડી લેવા ગયા હતા. રવિવારીમાં લારીવાળા પાસે સાડી જોતા હતા તેવામાં તેમણે પોતાના ખંભામાં રાખેલ પર્સની અંદર એક બીજુ પાકીટ રાખ્યું હતું. જે પાકીટમાં એક સોનાનો હાર, સોનાની એક જોડ બુટી, રોકડા રૂ.૫૫,૦૦૦ હતા. અજાણ્યો ઇસમ કુલ ૨,૩૯,૦૦૦ની મત્તા ચોરી ફરાર થઈ ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એફ. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.