ઈમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે, તે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ- રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ જીંજાળાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં ૫૧ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સ્વ. દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન તથા જીંજાળા પરિવાર અને સંતો મહંતો તથા ડોક્ટરો અને આહીર સમાજ અગ્રણીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ જીંજાળા, ઉપપ્રમુખ જેન્તીભાઈ વાણીયા, મંત્રી અરવિંદભાઈ વાણિયા તથા ગોપાલભાઈ વગેરેએ ૫૧ યુનિટ બ્લડ એકત્રિત કરી નવકાર ચેરીટેબલ બ્લડ બેન્ક મહુવાને સમર્પિત કર્યું હતું.










































