ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજુલાની જે.એન. મહેતા હાઈસ્કૂલ ખાતે યોગ એક કારકિર્દી વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના રાજુલા તાલુકા કોચ ભૂમિબેન મજુકોડિયાએ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના આયોજનમાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર અજયભાઈ ખુમાણ અને તાલુકા વોકેશનલ ટ્રેડ કો-ઓર્ડિનેટર વિજયભાઈ વાઝા તથા જોરુભાઈ વરુએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.