રાજુલા શહેરમાં ભેરાઇ રોડ પર લીલાપીર વિસ્તારમાં રહેતા એક ૩૫ વર્ષના યુવાને ગળાફાંસો ખાધો હોવાની જાણ રાજુલા પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી ત્યારબાદ આ યુવાનના
મૃતદેહને રાજુલા સરકારી હોસ્પિટલે
પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ ઘટનામાં તેમના પરિવારજનોને શંકાકુશંકા હોય તેવું પોલીસને જણાવવામાં આવતાં બોડીને ફોરેન્સિક માટે ભાવનગર ખસેડવામાં આવી હતી. યુવાનના મોત બાબતે રાજુલા પોલીસ વિશેષ તપાસ કરી રહી છે.