રાજુલામાં એક યુવક અને યુવતીએ કોર્ટ મેરેજ કર્યા હતા. જેને લઈ યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે કલ્પિતભાઈ રામજીભાઈ ચાંડ્‌યા (ઉ.વય૩૦)એ મુકેશભાઈ જગજીવનભાઈ જાની તથા વિશાલભાઈ મુકેશભાઈ જાની સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ મુકેશભાઈની દીકરી તથા વિશાલભાઈની બહેન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.
ફરિયાદી અનુ. જાતિના હોય તથા આરોપીઓ સવર્ણ જ્ઞાતિના હોય જેથી સારૂ ન લાગતાં તેમને તથા સાહેદને ફોનમાં તથા વોટ્‌સએપથી ધમકી આપી, જ્ઞાતિ પત્યે અપશબ્દો કહ્યા હતા. બે દિવસ ફોરવ્હીલ ગાડીને ઉભી રખાવી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરીને ગાડીના કાચ તોડી નાંખ્યા હતા. ઉપરાંત જાનથી મારી નાંખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી પથ્થરો મારી તથા દોરી વડે ગળા ફાંસો આપી જાનથી મારી નાંખવાની કોશીશ કરી માથામાં, ગળાના ભાગે તથા ડાબા હાથ ઉપર તથા જમણા પગના ગોઠણ ઉપર સામાન્ય ઇજાઓ કરી હતી. અમરેલી એસસી એસટી સેલના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક બી.વી.જાદવ વધુ તપાસ કરી રહ્યા છે.