રાજુલામાં વ્યાજખોરોની ધમકીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. યુવક પાસેથી વ્યાજ સહિત રૂપિયાની અવાર-નવાર ઉઘરાણી કરી ગાળો આપી અને રૂપિયા તો તારે આપવા જ પડશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે રાહુલભાઇ ઉર્ફ દુડી ગોરધનભાઇ સોલંકી (ઉ.વ.૨૫)એ પ્રકાશ ઉર્ફ ટકો મનસુખભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી કોઇ વ્યાજે પૈસા આપવાનું લાયસન્સ ધરાવતો ન હોય તેમ છતા તેમને રૂ.૨૫,૦૦૦ ૫% લેખે દર મહિને વ્યાજ સહિત રૂપિયા ચુકવી આપ્યા હોવા છતા રૂપિયાની અવાર-નવાર ઉઘરાણી કરી ગાળો આપતો હતો. તેમજ રૂપિયા તો તારે આપવા જ પડશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.ક.વરૂ વધુ તપાસ કરી રહ્યા છે.