રાજુલામાં દેવીપૂજક સમાજના આગેવાન સહિત તેમના પરિવારજનો પર ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ભાવનાબેન સુરેશભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ભાવનાબેનના પતિ સુરેશભાઈ દેવીપૂજક સમાજના આગેવાન હોય જે વાતનું મનદુઃખ રાખી જીતુ પરશોતમ સોલંકીએ સુરેશભાઈના દીકરા કલ્પેશને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તેમજ સુરેશભાઈની દીકરી ઘરે હાજર હોય તે સમયે જીતુ સોલંકી, જીજ્ઞેશ જીતુ સોલંકી, દયા જીતુ સોલંકી, મમદ જીતુ સોલંકી અને કાળી જીતુ સોલંકીએ એકસંપ કરી સુરેશભાઈની દીકરીને પણ ગાળો આપવા લાગેલ. એટલામાં સુરેશભાઈ અને તેમના દીકરા કલ્પેશે ગાળો બોલવાની ના પાડતા પાંચેય લોકોને સારૂ નહી લાગતા સુરેશભાઈને નીચે પછાડી દઈ ઢીકાપાટુનો માર માર્યો હતો જયારે કલ્પેશને લાફો ઝીંકી દીધો હતો.બંને બાપ-દીકરાને આડેધડ ઢોર માર મારી સુરેશભાઈની દીકરી ભૂમિકાને વાળ પકડી પછાડી દઈ તેને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો અને પાંચેય શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ભાવનાબેને પાંચેય લોકો સામે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.