યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ અરજણભાઈ જીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં ૮૨ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા
મહેકાવી હતી. કેમ્પમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા અને ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરી નવકાર ચેરીટેબલ બ્લડ બેન્ક મહુવાને સમર્પિત કરવામાં આવ્યું હતું.