રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનામાં પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી વિગત અનુસાર રાજુલા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જે અન્વયે પીઆઈ ગીડાની સુચનાથી પોલીસે તપાસ હાથ ધરી રાજુલાના ડોળીનો પટ વિસ્તારમાંથી આરોપી અમીત દીલીપભાઈ માળીને ઓપો કંપનીના મોબાઈલ કિ.રૂ.૧પ, ૪૯૦ સાથે પકડી પાડી તેની વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.