રાજુલામાં મોટર સાયકલની ટાંકી પર રાખેલો મોબાઈલ પડી જતાં અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો.રાજુલામાં રહેતા અજયભાઈ અરવિંદભાઈ વાઘેલા (ઉ.વ.૨૪)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ ભેરાઈ રોડે આવેલા બાપા સીતારામના પાનના ગલ્લેથી પાન માવો ખાઇ પોતાના ઘરે જતા હતા તે વખતે રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાની આસપાસ રાજુલા લુહાર જ્ઞાતિની વાડીએ પહોચતા મોટર સાઇકલની ટાંકીની આગળના ભાગે રાખેલો મોબાઇલ પડી જતાં કોઇ અજાણ્યો માણસ ચોરી કરી લઇ ગયો હતો. આ ફોનની કિંમત પોલીસ ચોપડે ૨૨,૯૯૯ જાહેર થઈ હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી એમ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.





































