રાજુલામાં શ્રી ખોડલધામ સમિતિ અને સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલ ભારતીય જવાનોની લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે સંસ્થા દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજુલા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરીયા, માર્કેટયાર્ડના ડાયરેક્ટર રમેશભાઈ વી. વસોયા, રાજેશભાઈ પરસાણા, રાજુલા નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમલભાઈ વસોયા, ચોત્રા ગામના સરપંચ ભૌતિકભાઈ કીકાણી, અલ્પેશભાઈ સુહાગીયા, ભાર્ગવભાઈ કસવાળા, અમિતભાઈ સોજીત્રા, દર્શકભાઈ કસવાળા, તુષારભાઈ વસોયા, દિલીપભાઈ શેલડીયા, યશ વસોયા, હાર્દિક વસોયા પ્રફુલભાઈ કસવાળા, શિવમ સાવલિયા, કુંભારીયાના સરપંચ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.