રાજુલામાં રહેતા એક વેપારીએ મેઈન બજારમાં ટાવર રોડ પર કાંતીલાલ ગીરધરલાલ નામની કરિયાણાની દુકાન પાસે બાઈક પાર્ક કરી હતી. રૂપિયા ૪૦,૦૦૦ની કિંમતની બાઈકની અજાણ્યો ઈસમ ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે રવિન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ શેઠ (ઉ.વ.૩૩)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ તેની જીજે-૧૪-બીબી-૩૯૦૫ નંબરનું મોટરસાયકલ મેઈન બજારમાં ટાવર રોડ પર ભારત કોલ્ડ્રિંક્સ પાસે આવેલી તેમની શેઠ કાંતીલાલ ગીરધરલાલ નામની કરિયાણાની દુકાન પાસે પાર્ક કરી હતી. જેની અજાણ્યો ઈસમ ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.