રાજુલા શહેરના મુખ્ય રોડ પર ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલી માંસ, મટન અને ઈંડાની લારીઓ દૂર કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંકલન સમિતિમાં રજૂઆત કરવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજુલા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રતિનિધિઓએ મુખ્ય રોડ પર ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલી લારીઓને લઈને ફરિયાદ કરી હતી. આ ફરિયાદને ધ્યાનમાં લઈને રાજુલાના મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક નગરપાલિકા ટીમને આદેશ આપવામાં આવ્યો હતો. આજે સવારે નગરપાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાજુલા એસટી બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પાસેના મુખ્ય રોડ પરથી ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલી તમામ લારીઓ દૂર કરી હતી. આ કામગીરીમાં નગરપાલિકાના કર્મચારીઓ કરશનદાસ ગોંડલીયા, મહેશભાઈ ખુમાણ, ઉગાભાઈ ધાખડા અને ઈમરાનભાઈ તેમજ રાજુલા પોલીસ સ્ટાફના જયરાજભાઈ વાળા,
આભાર – નિહારીકા રવિયા રાણાભાઈ અને શૈલેષગીરી હાજર રહ્યા હતા. આગળ જતાં આ રસ્તા પર ફરીથી કોઈ લારી ન મૂકે તે માટે નગરપાલિકા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. જો કોઈ દ્વારા ફરીથી ગેરકાયદેસર રીતે લારી મૂકવામાં આવશે તો પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.