રાજુલા મામલતદાર કચેરીની સામેથી જુના બારપટોળી ગામના યુવકે બાઇક પાર્ક કર્યુ હતું. જેની અજાણ્યો ઈસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મનુભાઈ ઓભાભાઈ કાતરીયા (ઉ.વ.૫૫)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, રાજુલા મામલતદાર કચેરી સામે આવી જય મુરલીધર એડવાઇઝર ઓફિસ પાસે પા‹કગમાં પાર્ક કરી હતી. ૩૫,૦૦૦ કિંમતની બાઇક અજાણ્યો ચોર ઇસમ ઉઠાંતરી કરીને લઈ ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમપી ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.