રાજુલામાં મહુવા જકાતનાકા પાસે આવેલ રેલવે ફાટકને અંડરગ્રાઉન્ડ ફાટક કરવા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી દ્વારા રેલતંત્રને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આ ફાટક ઉપરથી દરરોજ પીપાવાવ પોર્ટ તરફથી ૧પ થી ર૦ જેટલી માલવાહક ટ્રેનો પસાર થતી હોવાથી રેલવે ફાટક કલાકોના કલાકો બંધ કરવું પડે છે. ફાટક ઉપરથી ટ્રેન પસાર થતી હોય ત્યારે ૧૦૮ને પણ ગમે તેવી ગંભીર Âસ્થતિમાં અટકી જવું પડે છે, જેમાં દર્દીનો જીવ જાખમમાં મુકાય છે. ટ્રેન આવવાની હોય તે પહેલા જ ૭ મિનિટ પહેલા ફાટક બંધ કરી દેવામાં આવે છે. દરમિયાનમાં વિદ્યાર્થીઓને પણ અહીંથી પસાર થતી વખતે ફાટક બંધ હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
શહેરીજનો દ્વારા આ પ્રશ્ને હીરાભાઇ સોલંકીને રજૂઆત કરવામાં આવતા તેમના દ્વારા રેલવે તંત્રના અધિકારીઓ, રેલવે મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ પત્રો પાઠવી મહુવા નાકા પાસે આવેલ રેલવે ફાટકને અંડરગ્રાઉન્ડ કરવા માંગણી કરવામાં આવી છે. આ ફાટક અંડરગ્રાઉન્ડ કરવામાં આવે તો લોકોને અને ખાસ કરીને એમ્બ્યુલન્સો, વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીનો અંત આવશે તેમ હીરાભાઇ સોલંકીએ કરેલ રજૂઆતમાં જણાવ્યું હતું.