રાજુલામાં આગામી તા. ૧પ નવેમ્બરે શંભુભગત દ્વારા તુલસીવિવાહ યોજાશે. તેમજ આગામી તા. ૧૯-એપ્રિલ-ર૦રરના રોજ નવા બની રહેલ મહાકાળી માતાના મંદિરે મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. જેમાં ઠાકોરજીની જાન હિંડોરણાના મોટાભાઇ ભરવાડ, અગ્રણી રાજુભાઇ ગોપાલભાઇ હાડગરડા લઇને પધારશે. તુલસીવિવાહના દિવસે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ બંને ધાર્મિક કાર્યોમાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા શંભુભગત દ્વારા આહવાન કરાયું છે. અગ્રણી અશ્વિનભાઇ, મુકેશભાઇ તથા શંભુભગત દ્વારા કાર્યક્રમ માટે તડામાર તૈયારી આરંભી દેવાઇ છે.