રાજુલામાં ગટરનું મંદગતિએ કામ ચાલતુ હોવાથી રાહદારીઓ અને વેપારીઓ ત્રસ્ત બન્યા છે. ગટરના પાઈપ નાખવા માટે એક વર્ષ પહેલા ખાડાઓ ખોદવામાં આવ્યા હતા પરંતુ તંત્રની ઢીલી નીતિને કારણે ખાડાઓ યથાવત રહેતા વેપારીઓ ભારે મુશ્કેલી અનુભવી રહ્યાં છે. ખાડાઓ ખોદ્યા બાદ કામગીરી બંધ રહેતા ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં તંત્ર દ્વારા ખાડાઓ બુરવામાં આવતા નથી અને મંદગતિએ કામ ચાલતુ હોવાથી વરસાદ આવે તે પહેલા કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.