રાજુલા શહેરમાં કોઈ માલઢોર મરણ પામે તો નગરપાલિકા દ્વારા રાજુલામાં આવેલ ગૌશાળાની સામે નાખવામાં આવે છે, પરંતુ અત્યારે અંદર બાઉન્ડ્રીમાં વાહન જઈ શકે તેમ ન હોય અને અંદર જવાના રસ્તે જ કચરો નાખવામાં આવતો હોવાથી આ મરેલા માલઢોર ગૌશાળાની સામે રોડ ઉપર જ નાખવામાં આવે છે જેના કારણે બદબુ અને ગંદકીથી આસપાસના રહીશોને ભારે પરેશાની થતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ બાબતનું જા યોગ્ય નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવું અહીંના રહીશો જણાવી રહ્યા છે.