રાજુલાની મધ્યમ વર્ગ સોસાયટીમાં આ વર્ષે ૨૫મો ગણપતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે. સોસાયટીના રહીશો દ્વારા સ્થાપિત રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ ગણપતિ મંદિરમાં આ વર્ષે વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સોસાયટીમાં ૧૧ નાની-મોટી ગણપતિ દાદાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. સોસાયટીના “ગણપતિ મિત્ર મંડળ” દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ ઉત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં દીપ યજ્ઞ, હનુમાન ચાલીસાના પાઠ અને રાસ-ગરબા જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ગણપતિ મિત્ર મંડળના સભ્યો પોતાના વ્યવસાય અને રોજિંદા કામકાજમાંથી સમય કાઢીને આ ઉત્સવની તૈયારીઓ અને આયોજનમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે.