રાજુલામાં મટનની દુકાનો સીલ કરવામાં આવી હતી. રાજુલા નગરપાલિકાની ટીમ અને પોલીસની ટીમને સાથે રાખી આ સીલ મારવાની કામગીરી કરવામાં આવી. માંસ મટન તેમજ ઈંડા વેચતા તમામ વેપારીની દુકાનો સીલ કરાઈ અને કોઈપણ સંજોગોમાં જો હવે સીલ તૂટશે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેમ પાલિકાએ જણાવ્યું હતું. આ અગાઉ પણ રાજુલા પાલિકા દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવેલી પરંતુ ખાનગીમાં મટનનું વેચાણ થતું હોય તેવી ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં થતા આ કામગીરી કરવામાં આવી હતી.