રાજુલા એસબીઆઈ બેન્ક પાસેથી અજીતભાઈ રાણીંગભાઈ સાંડસુર પોતાના હવાલાની ભાર રીક્ષામાં સિમેન્ટ ભરી તથા લોખંડના સળીયા બહાર કાઢી જાહેર રસ્તા ઉપર બેફામ ડ્રાઇવિંગ કરતા હતા.
જેને લઈ તેમને કાયદાનું ભાન કરાવાયું હતું. રાજુલા માર્કેટિંગ યાર્ડ પાસે બે ઇસમોને ટ્રાફિકને અડચણરૂપ વાહન ઉભું રાખવા બદલ તથા સાવરકુંડલામાં મહુલા રોડ એસટી બસ સ્ટેન્ડ પાસે ફ્રૂટની લારી ટ્રાફિકને અડચણ રૂપ થાય તે રીતે ઉભી રાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી
હતી.