રાજુલાની સંઘવી ગર્લ સ્કૂલ પાસે પોલીસે ચેકિંગ દરમિયાન બાઇક લઇને પસાર થતાં બે યુવકને અટકાવી તલાશી લીધી હતી. જેમાં તેમની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ તથા બાઇક મળી ૨૫,૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એન.પોપટ વધુ તપાસ કરી રહ્યા છે. જિલ્લામાંથી વાંકાનેર, અમદાવાદ, રાજકોટ, મહુવા સહિત જિલ્લાના ૭૧ પીધેલા પકડાયા હતા. દામનગર, ખાંભા ટી પોઈન્ટ, મોટા જીંજુડા, વિજપડી, દૂધાળા ચેક પોસ્ટ, સાવરકુંડલા, જોલાપર ગામના પાટીએ, મજાદર ગામના પાટીએ, ભેરાઈ ચોકડી, બગસરા, લાઠી, ચલાલા-ખાંભા ચેક પોસ્ટ, ટીંબી ચેક પોસ્ટ, નવી જીકાદ્રી, જાફરાબાદ, ખાંભા, વડિયા, મોટી કુંકાવાવ, વંડા, ખાનપરા, બાબરા, અમરેલી સહિતની જગ્યાએથી પીધેલાને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૫ મહિલા સહિત ૧૫ લોકો પાસેથી દેશી દારૂ પકડાયો હતો.