રાજુલામાં બંધ દુકાનોના તાળા ફંફોળતા ત્રણ શખ્સો ઝડપાયા હતા. ભેરાઈ રોડ પર હોટલ રેજન્સી પાસેથી ખેતાગાળા ગામનો જાવીદભાઈ રજાકભાઈ પઠાણ મેઈન બજારમાં હવેલી ચોક વિસ્તારમાંથી, રાજુલામાં રહેતો બહાદુરભાઈ કાદરભાઈ કનોજીયા તથા કોહીનુર હોટલ પાસેથી જુની બારપટોળી ગામનો સાહીલ રફીકભાઈ કુરેશી રાત્રીના અંધકારમાં બંધ દુકાનોના તાળા ફંફોળતા તથા લપાતા છુપાતા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.