રાજુલા શહેરમાં પાડોશીઓ વચ્ચે ફાળાના પૈસાની ઉઘરાણી બાબતે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ફરિયાદીના પાડોશમાં રહેતા એક શખ્સે ફાળાના પૈસાની ઉઘરાણી બાબતે તેમના પતિને ગાળો ભાંડતા મામલો ગરમાયો હતો. આ અંગે ડાયબેન છનાભાઇ ચૌહાણ (ઉ.વ.૬૨)એ ધરમશીભાઇ રાણાભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે આ બાબતે તેઓ આરોપીને સમજાવવા ગયા ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. આરોપીએ આવેશમાં આવી જઈ લાકડાના ધોકા વડે તેમના પર હુમલો કર્યો હતો અને તેમના ડાબા હાથના કાંડાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી ફેકચર કરી નાખ્યું હતું. હુમલો કર્યા બાદ આરોપીએ જતા-જતા ફરિયાદી તેમજ તેમના દીકરા વિષ્ણુભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને “હવે પછી અમારા ઘર બાજુ આવશો તો જાનથી મારી નાખીશ” તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ ભરતભાઇ મુહાભાઇ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.








































