રાજુલામાં રીક્ષા ડ્રાઇવરની નજર ચૂકવીને ખિસ્સામાંથી રોકડા ૧૦,૦૦૦ કાઢી લેવામાં આવ્યા હતા. આ અંગે મગનભાઈ નાનજીભાઈ ચૌહાણ (ઉ.વ.૬૦)એ દિપક ઉર્ફે રૂત્વીક કરમશીભાઈ સોલંકી, જેનીશ રાજેશભાઈ ચૌહાણ તથા એક મહિલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાની રીક્ષાના સ્પેરપાટ્ર્સ લઇને ચાલીને ગેરેજ જતા હતા. તે વખતે સરકારી હોસ્પિટલની સામે આવેલ રોડ ઉપર પહોંચતા તેમની પાસે એક રીક્ષા ઉભી રહી હતી. રીક્ષા ચાલકે તેમને રીક્ષામાં બેસવાનું કહેતા રીક્ષામાં બેસી ગયા હતા. રીક્ષામાં ડ્રાઇવર તથા પાછળની સીટમાં એક પુરૂષ તથા એક મહિલા એમ ત્રણ જણા બેઠા હતા. રીક્ષામાં પાછળની સીટમાં બેસેલ વ્યક્તિએ તેમની નજર ચુકવી પેન્ટના ખિસ્સામાં રાખેલ રૂ.૧૦,૦૦૦ કાઢી લીધા હતા.