રાજુલામાં રીક્ષા ડ્રાઇવરની નજર ચૂકવીને ખિસ્સામાંથી રોકડા ૧૦,૦૦૦ કાઢી લેવામાં આવ્યા હતા. આ અંગે મગનભાઈ નાનજીભાઈ ચૌહાણ (ઉ.વ.૬૦)એ દિપક ઉર્ફે રૂત્વીક કરમશીભાઈ સોલંકી, જેનીશ રાજેશભાઈ ચૌહાણ સથા એક મહિલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાની રીક્ષાના સ્પેરપાર્ટ લઇને ચાલીને ગેરેજ જતા હતા. તે વખતે સરકારી હોસ્પિટલની સામે આવેલ રોડ ઉપર પહોંચતા તેમની પાસે એક રીક્ષા ઉભી રહી હતી. રીક્ષા ચાલકે તેમને રીક્ષામા બેસવાનુ કહેતા રીક્ષામાં બેસી ગયા હતા. રીક્ષામાં ડ્રાઇવર તથા પાછળની સીટમા એક પુરૂષ તથા એક મહિલા એમ ત્રણ જણા બેઠા હતા. રીક્ષામાં પાછળની સીટમા બેસેલ વ્યક્તિએ તેમની નજર ચુકવી પેન્ટના ખીસ્સામા રાખેલ રૂ.૧૦,૦૦૦ કાઢી લીધા હતા. આ અંગે રાજુલા પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી તથા ટેક્નીકલ સોર્સના આધારે રાજુલા આગરીયા જકાત નાકા પાસેથી સદરહુ ગુન્હામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે બે પુરૂષ ઇસમો તથા એક મહિલા ઇસમને ઓટો રિક્ષા સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કર્યો હતો.
આરોપીના નામ અને શું મળ્યું
(૧) દિપક ઉર્ફે રૂત્વીક કરમશીભાઇ સોલંકી (૨) જેનીશ રાજેશભાઇ ચૌહાણ (૩) ચકુબેન પ્રવીણભાઇ વેકરીયા. આરોપીઓ પાસેથી રોકડા રૂ.૯૧૦૦, બજાજ કંપનીની ઇકો ગ્રીન કલરની ઝ્રદ્ગય્ રિક્ષા કિ.રૂ.૨,૦૦,૦૦૦ તથા એક સેમસંગ કંપનીનો ફોલ્ડ-૪ મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૩૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આરોપીઓ પોતાની ઓટો રિક્ષા લઇ ગુજરાતના અલગ અલગ જીલ્લાઓના ધાર્મિક સ્થોળોએ તેમજ બસ સ્ટેશન પાસે તથા ભીડ ભાડ વાળી જગ્યાઓમા જઇ રિક્ષામા પેસેન્જરને બેસાડી તેના પાસે બેસી આરોપીઓ રિક્ષામા બેસાડેલ પેસેન્જરને સીટમા ધકકા મુકી કરી પેસેન્જરના ખીસ્સમા રહેલ રોકડ રૂપિયાની ચોરી કરતા હતા આ રીતે વડોદરા, પાવાગઢ, અમદાવાદ, જામનગર સહિત કુલ ૧૦ જગ્યાએ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી દિપક ઉર્ફે રૂત્વીક કરમશીભાઇ સોલંકી સામે ૫ તથા જેનીશ રાજેશભાઇ ચૌહાણ સામે ૩ ગુના નોંધાયેલા છે.