રાજુલા શહેરમાં આજરોજ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આંગણવાડી વર્કર, આશા વર્કર તેમજ વિવિધ સંગઠન ધરાવતા મહિલાઓના ચાલતા એનજીઓ અને મિશન મંગલમ યોજના અંતર્ગત મહિલા મંડળને બેંક દ્વારા અને સરકાર દ્વારા વિવિધ સહાય અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, રવુભાઈ ખુમાણ સાગરભાઇ સરવૈયા, હરસુરભાઈ લાખણોત્રા, તાલુકા પંચાયત પ્રમુખ છાયાબેન, દિલીપભાઈ જોશી, પ્રતાપભાઈ વેપારિયા, મુકેશભાઈ ગુજરીયા, મીઠાભાઈ લાખણોત્રા અરજણભાઈ વાઘ, ભીખાભાઈ નકુમ સહિતના આગેવાનો દ્વારા મહિલાઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.