રાજુલામાં પેસેન્જર ભરવાના મનદુઃખમાં રીક્ષાચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો. અલ્પેશભાઇ અરજણભાઇ સાંખટ (ઉ.વ.૧૯) એ અવેજ રહે.જુની કાતર, બે અજાણ્યા ઇસમો, જોરૂ તથા વનરાજ સામે ફરિયાદ નોંધાવી હતી.તેમને આજથી આશરે બે અઢી મહિના પહેલા પેસેન્જર ભરવા બાબતે રાજુલા માર્કેટીંગ યાર્ડ સામે માથાકૂટ થઈ હતી. જે બાબતેની દાઝ રાખી નવી બારપટોળી ગામ પાસે તેમને ઉભા રખાવી રીક્ષામાંથી બહાર ખેંચી શરીરે જેમ ફાવે તેમ ઢીકા પાટુનો મુઢમાર માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.જે. કાતરીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































