રાજુલાના હિંમતભાઈ વેણીશંકર રાજ્યગુરુના પરિવારમાં ચિ. હર્ષ શશિભાઈ રાજ્યગુરુ અને ચિ. નિરાલીને ત્યાં પુત્રનો જન્મ થતાં, તા. ૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ વિસાવદરની ગૌરક્ષણ પાંજરાપોળ ખાતે પુત્રજન્મની ખુશીમાં ૧૧૦૦ જેટલા રોટલા ગાયોને જમાડવાનું આયોજન કરાયું છે. ૩૭૦ ગાયોને રોટલા ખવડાવીને આ પવિત્ર ઉજવણી કરવામાં આવશે. સ્વ. વિજયભાઈ ભટ્ટની પ્રેરણાથી આ કાર્ય હાથ ધરાયું છે. વિસાવદર ગૌશાળાના મેનેજર શૈલેષભાઈ જોષીએ આ પગલાને સનાતન ધર્મના જીવદયા સિદ્ધાંતને અનુસરતું ગણાવ્યું છે. આ પ્રશંસનીય પહેલ વર્તમાન સમયમાં પશ્ચિમી
સંસ્કૃતિ મુજબ થતી ઉજવણીઓ સામે સનાતન મૂલ્યોનું જતન કરવાનો સંદેશ આપે છે.