રાજુલામાં રહેતી એક મહિલા ન્હાતી હતી ત્યારે તેનો ચોરીછુપીથી વીડિયો બનાવી એક યુવકે દુષ્કર્મ આચર્યુ હતું. ઉપરાંત જો વાત કોઈને કરીશ તો વીડિયો વાયરલ કરી દઈશ તેવી ધમકી પણ આપી હતી. બનાવ સંદર્ભે પરિણીતાએ મૂળ અમરેલીના કેરીયા ગામના અને હાલ રાજુલામાં રહેતા પ્રવીણભાઈ જેઠાભાઈ મેરીયા (ઉ.વ.૩૯) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ તેના પતિ સાથે મિત્રતા કેળવી હતી, જે બાદ તેમનો ફોન નંબર મેળવી લીધો હતો અને વાતચીત કરવા કહેતા હતા. ત્રણ મહિના પહેલા તેઓ ન્હાતા હતા ત્યારે આરોપીએ ચોરીછુપીથી વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો તેને મોકલીને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ
આચર્યુ હતું.
ઉપરાંત જો કોઈને વાત કરીશ તો વીડિયો વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના
પી.આઈ. આઈ.જે.ગીડા વધુ તપાસ કરી રહ્યા છે.