રાજુલામાં નાસ્તાની લારી ચલાવતાં યુવકનું બાઈક ચોરાયું હતું. ગૌરવભાઈ હરગોવિંદભાઈ સોંડાગર (ઉ.વ.૩૯)એ જાહેર કર્યા મુજબ, તેઓ તુલસી બાગની બાજુમાં આવેલી ખાઉંગલીમાં બાઈક પાર્ક કરીને પોતાની લારીએ ગયા હતા. જ્યાંથી પરત આવ્યા બાદ બાઈક જોવા મળ્યું નહોતું, જેની કિંમત રૂ. ૧૦,૦૦૦ જાહેર થઈ હતી.