રાજુલા ખાતે મહિલા કલ્યાણ દિવસ નિમિત્તે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શૈલેષભાઈ કણજરીયાના માર્ગદર્શન હેઠળ જી.એસ.સી.એલ. ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલી શિબિરમાં મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ, સ્વરોજગારની તકો તથા મહિલા સશક્તિકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ મધુબેન હિંમતભાઈ બલધારિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શૈલેષભાઈ કણજરીયા, જી.એસ.સી.એલ.ના સીએસઆર હેડ રમેશભાઈ મકવાણા તથા સિનિયર મેનેજર રવિભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓએ શિબિરનો લાભ લીધો હતો.