અમરેલી જિલ્લામાંથી પોલીસે ચાર ઈસમોને કેફી પીણું પીને ફરતા ઝડપી પાડ્‌યા હતા. રાજુલામાં મફતપરા નવા રેલવે સ્ટેશન પાસેથી સંજયભાઈ મધુભાઈ વાઘેલા નામનો ઈસમ કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં લથડીયા ખાતો અને બકવાસ કરતો તથા છાકટો બનીને ઉપદ્રવ મચાવતો ૫ોલીસના હાથે ઝડપાયો હતો.