રાજુલા શહેરમાં જય માતાજી યુવા ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવમાં ફ્રી પાસ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમરેલી એસપી હિમકર સિંહ, પી.આઈ. કોલાદ્રા દ્વારા આરતી ઉતારી માતાજીની આરાધના કરવામાં આવી હતી. પી.એસ.આઈ. કે.ડી. હડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક વેપારી આગેવાનો પણ આરતીમાં જોડાયા હતા અને માતાજીની આરાધના કરવામાં આવી હતી. ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા હતા.