રાજુલામાં નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી હિતેષકુમાર પરમારની આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લઇ અભિનંદન પાઠવ્યા હતા. આ શુભેચ્છા મુલાકાતમાં ભારતના સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના અંગત મદદનીશ મહેશભાઇ રાઠોડ, કરશનભાઇ રાઠોડ, કિશોરભાઇ ધાખડા, રમેશભાઇ બાબરીયા, બાલુભાઇ ગોહિલ, જયંતીભાઇ પરમાર, વેગડાભાઇ, બાંભણીયાભાઇ, મહેશભાઇ સોલંકી, હિતેશભાઇ સોલંકી સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ટીડીઓને ભગવાન બુદ્ધની પ્રતિમા ભેટ આપી શાલથી સન્માનિત કરાયા હતા.