રાજુલા શહેરમાં પ્રથમવાર નવનાત વણિક સમાજ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાપરડાના ડોક્ટરોએ વિશેષ સેવા આપી હતી. આ કેમ્પમાં અંદાજિત ૨૨૫ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં સ્પેશિયલ એમ.ડી, દાંતના ડોક્ટર, આંખના રોગના ડોક્ટર, એમ.એસ. જનરલ સર્જન કાન નાક ગળાના નિષ્ણાત, હાડકાના નિષ્ણાંત ડોક્ટરો ખાસ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સમસ્ત વણિક સમાજ રાજુલા દ્વારા કરવામાં આવ્યું હતું.