રાજુલામાં અખાત્રીજના દિવસે પરશુરામ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ શોભાયાત્રામાં જાડાઈને શ્રીફળ વધેરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું. શોભાયાત્રામાં મનોજભાઈ વ્યાસ, ચિરાગભાઈ જાશી, ભાનુદાદા રાજગોર, ભરતભાઈ જાની સહિત બ્રહ્મઅગ્રણીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.