રાજુલા શહેરમાં મહાકાળી માતાજીના મંદિરે દેવી ભાગવત કથાની પૂર્ણાહુતિ થયા બાદ બીજા દિવસે ત્રણ કુંડી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હવન પાઠના યજમાનો મુકેશભાઈ શંભુભાઈ પરમાર, કિશોરભાઈ માવજીભાઈ પરમાર, દીપાભાઇ કનુભાઈ પરમાર, રાજુભાઈ ભરવાડ, કાર્તિક કનુભાઈ પરમાર, રમેશભાઈ ગુજરીયા, કાનજીભાઈ રણછોડભાઈ શિયાળનો સમાવેશ થાય છે. શંભુભગત દ્વારા હર વખત તુલસી વિવાહ તેમજ માતાજીના મંદિરે આવા અનેક ધાર્મિક કાર્યો થાય છે. દેવી ભાગવતના છેલ્લા દિવસે માનવ મહેરામણ ઉમટ્યો હતો અને ભોજન પણ લીધું હતું. હવન દરમિયાન નગરપાલિકાના સદસ્યો રણછોડભાઈ મકવાણા અને ધવલભાઈ દુધરેજીયાએ હાજરી આપી હતી તે બદલ શંભુભગતે આ બંનેનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.