રાજુલામાં રેલવે ફાટકની આગળથી ઈંગ્લીશ દારૂની ૫ બોટલ સાથે એક યુવકને પોલીસે ઝડપી લીધો હતો. છતડીયા ગામે રહેતો જોરુભાઈ દડુભાઈ ધાખડા (ઉ.વ.૨૨) પાસ પરમીટ વગર પીળા કલરની થેલીમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની ૫ બોટલ સાથે પકડાયો હતો. પોલીસે ૧૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એન.બી.સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે. ડેડાણ ગામે જીવાપર ચોકડી પાસેથી એક યુવક પાસેથી ૬ લિટર અને ટીંબી ગામે ઉંટવાડા જવાના રસ્તેથી એક યુવક ૪ લિટર દેશી દારૂ સાથે પકડાયો હતો. સાવરકુંડલા, ખાંભા, ધુંધવાણા, દેવળીયા (ચક્કરગઢ) અને બાબરામાંથી એક-એક મળી કુલ પાંચ ઈસમો પાસ પરમીટે જાહેરમાં કેફી પીણું પીધેલી હાલતમાં લથડીયા ખાતા મળી આવ્યા હતા.