રાજુલા શહેરમાં એક યુવકને “તું મારી બહેનનો પીછો કેમ કરે છે” તેમ કહી તેને ચપ્પુના ઘા મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે રોહીતભાઈ નગાજણભાઈ સાંખટ (ઉ.વ.૧૭)એ સંતોષભાઈ સવજીભાઈ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને આરોપીએ “તું મારી બહેનનો પીછો કેમ કરે છે” તેમ કહેતા કહ્યું કે “હું તને ઓળખતો પણ નથી અને મેં કોઇ છોકરીનો પીછો કર્યો નથી” તેમ કહેતા સારૂ નહોતું લાગ્યું અને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. તેમણે ગાળો આપવાની ના પાડતા સારૂ નહોતું લાગ્યું અને ઉશ્કેરાઇ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. તેમને ધક્કો મારી નીચે પછાડી દઈ પેન્ટના ખિસ્સામાંથી ચાકુ કાઢીક્‌ ડાબા ખભા ઉપર ઘા કર્યો હતો. જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.