રાજુલા શહેરમાં દિવાળીના તહેવારને લઈ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજુલા પીઆઈ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે ટીમ બનાવી ચૂસ્ત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
જા કે આ બાબતે લોકોએ જણાવ્યું હતુ કે, તહેવારો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવો ખૂબ જ સારી બાબત છે પરંતુ ગામડેથી આવતા લોકોને પોલીસ દ્વારા બિનજરૂરી રીતે રોકી દંડનીય કામગીરી કરવામાં આવે છે. તે બંધ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.