રાજુલા શહેરમાં સ્વચ્છતા અભિયાનને નવી દિશા મળી છે. રાજ્ય સરકારે શહેરની કચરાની સમસ્યાને ધ્યાનમાં લઈને ખાનગી એજન્સીને ઘરે-ઘરેથી કચરો એકત્ર કરવાનો ૧૨ માસનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ નગરપાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં ૭ કચરા એકત્રીકરણ વાહનોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વાહનો શહેરના દરેક વોર્ડ અને ગલીઓમાં ફરીને કચરો એકત્ર કરશે. હીરાભાઈ સોલંકીએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં કચરા એકત્રીકરણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. નાના વિસ્તાર માટે ૭ વાહનો ફાળવવામાં આવ્યા છે, જેનાથી રોગચાળાને નિયંત્રિત કરી શકાશે અને પર્યાવરણને થતું નુકસાન પણ અટકાવી શકાશે.