રાજુલામાં ડીવાયએસપીની કચેરી મંજૂર થઈ ગઈ હોવા છતાં હજુ કાર્યરત કરવામાં ન આવતા અરજદારોને કામગીરી માટે છેક સાવરકુંડલા સુધી ધક્કા ખાવા પડે છે. અહીં ઉદ્યોગો અને દરિયાઈપટ્ટી વિસ્તાર આવેલ છે, અહીં બહારથી પણ લોકો કામ ધંધા અર્થે આવી રહ્યા છે, ભૂતકાળમાં રાજુલામાં અનેક અથડામણો પણ થઈ હતી. પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી અને સાંસદ નારણભાઈ કાછડીયાની રજૂઆત બાદ ત્રણ વર્ષ પૂર્વે સરકારે રાજુલામાં ડીવાયએસપી કચેરી માટે
મંજૂરી આપી હતી. પરંતુ કોઈ કારણોસર છેલ્લા ત્રણ વર્ષથી રાજુલામાં ડીવાયએસપી કચેરી કાર્યરત થઈ નથી ત્યારે તાત્કાલિક ડીવાયએસપી કચેરી કાર્યરત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.