રાજુલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા સુદૃઢ કરવા DYSP નયના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ વિશેષ ટ્રાફિક ડ્રાઈવ અને ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. બજાર અને બસ સ્ટેન્ડ જેવા મુખ્ય વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધરીને કુલ ૧૧૨ વાહનો તપાસ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો પાસેથી કુલ ૩૦ પાવતી દ્વારા રૂ. ૮,૪૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. જેમાં ત્રણ સવારી, બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ અને અડચણરૂપ ર્પાકિંગ સામે પગલાં લેવાયા હતા તથા સ્ફ એક્ટ-૨૦૭ હેઠળ એક વાહન ડિટેઈન કરાયું હતું. DYSPએ જણાવ્યું કે આગામી સમયમાં પણ રાત્રિ પેટ્રોલિંગ અને રોમિયાઓ સામે આવી કડક ઝુંબેશ ચાલુ રહેશે.






































