રાજુલામાં ડીઝલ ચોરીની આશંકામાં એક યુવકને ફટકારવામાં આવ્યો હતો. આ અંગે મૂળ રાજસ્થાનના અને હાલ છતડીયા એસ.પી.પી.એલ પ્લાન્ટ ક્વાર્ટરમાં રહેતા ભુરસિંહ ભાટીએ રાજુલામાં રહેતા અમીત, સુનીલ, અનુરાગ અને મોહિન નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી શ્રી રાજ પ્રોજેક્ટ પ્રા.લિમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. આરોપીએ તેમને ઓફિસમાં બોલાવી ડીઝલ ચોરીની શંકામાં ગાળો આપી ઢીકાપાટુ માર્યા હતા. ઉપરાંત પ્લાસ્ટિકના પાઇપ વડે ફટકાર્યા હતા.