રાજુલા શહેરમાં છેલ્લા થોડા દિવસથી વહેલી સવારમાં ઠંડો પવન ફુંકાવા માંડ્યો છે. જેના કારણે લોકોને, અપડાઉન કરતા કર્મચારીઓને વહેલી સવારે ગરમ કપડા પહેરવાની ફરજ પડી રહી છે. રાજુલા વિસ્તારમાં દર વર્ષની જેમ આવી લુધિયાણા બાજુના ગરમ કપડાં લાવી અહીં ગરમ કપડાના સ્ટોલ શરૂ થઈ ગયા છે. આ સ્ટોલમાં ગરમ ગંજી, બાળકોના મોજા, બંડીઓ, લેડીઝને પહેરવાના હાથના-પગના મોજા, ટોપી ડ્રેસ સહિતના જથ્થાબંધ ગરમ કપડા ટ્રક મારફત આવતા જોવા મળી રહ્યા છે. પાંચ દિવસ પહેલા રાજુલા કોર્ટની બાજુમાં ગરમ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. હજુ ઠંડીની બરાબર જમાવટ થઈ નથી, પરંતુ જેમ જેમ કાતિલ ઠંડી પડશે તેમ વેચાણમાં વધારો થશે.